આભાસ છે (ગઝલ)
(ગાલગાગા3 ગાલગા)
બસ જુગારીયાં બનીને હારવાનો માસ છે,
ક્યાંય પણ જીત્યા નથી હો એટલો વિશ્વાસ છે,
હોંશિયારી પણ બહું મારી અમે ભણતી વખત,
લાગણીની એ પરીક્ષામાં હજી નાપાસ છે,
એમ પણ ક્યારેક યાદો ભૂંસવી છે તોય શું ?
ભૂલવી છે તોય એની યાદનો પણ ત્રાસ છે,
દર્દ 'ને આ આંસુ કેવા એકબીજાંના સંપમાં,
જો મને લાગ્યાં કરે કે ક્યાંક આવો ભાસ છે,
આ મહામારી ભલે આવી વિચારો કે એ પણ,
જિંદગીના એક ભણતરનો જ આવો તાસ છે
કોઈ અધવચ્ચે પછી મૂકી જશે! ડર લાગતો,
'વિજ' ભરોસાને હવે થોડોક તો આભાસ છે!
-વિજય પ્રજાપતિ 'વમળ'
Comments
Post a Comment