Posts

Showing posts from August, 2020

આભાસ છે (ગઝલ)

 (ગાલગાગા3 ગાલગા) બસ  જુગારીયાં  બનીને હારવાનો માસ છે, ક્યાંય પણ જીત્યા નથી હો એટલો વિશ્વાસ છે, હોંશિયારી પણ બહું મારી અમે ભણતી વખત, લાગણીની  એ  પરીક્ષામાં  હજી  નાપાસ  છે,  એમ પણ  ક્યારેક  યાદો ભૂંસવી છે તોય શું ? ભૂલવી  છે તોય એની યાદનો પણ ત્રાસ છે, દર્દ 'ને  આ  આંસુ  કેવા એકબીજાંના સંપમાં, જો મને  લાગ્યાં  કરે  કે  ક્યાંક આવો ભાસ છે,  આ મહામારી ભલે આવી વિચારો કે એ પણ, જિંદગીના એક ભણતરનો જ આવો તાસ છે  કોઈ અધવચ્ચે પછી મૂકી જશે! ડર લાગતો, 'વિજ' ભરોસાને હવે થોડોક તો આભાસ છે! -વિજય પ્રજાપતિ 'વમળ '