#કપાયેલ__પતંગ_ગગન_સૂધી

ચગી જ ગયા તા દિલ ના વાયરે છેક ભીતર સુધી,
હવે કપાવી ગયા એ બંધન બે દિલ અંતર સુધી,

મેઘધનુષ ના રંગો ની જેમ પ્રીત હતી ગગન સુધી,
મજબૂરી ના તારે મને કાપી મૂક્યો વાયરા સુધી,

ગુંચવાયેલી દોરી જેવી વાતો તારા દિલ ના ધાબા સુધી,
તુ ફસાયેલ જાણે પંખીડુ ના જઈ શકે તુ તારા માળા સુધી,

અતરંગો ના ઘોંઘાટ મા જાણે કાન એકલા તારા સુધી,
ચશ્મા ની કોર માથી બાઝી પડે એવી નજર મારા સુધી,

ફરી ફરી 'વિજ' ની પતંગ ચગતી એ ખૂલા આકાશ સુધી,
તારા ધાગા ને જોરે આખે આખી હાથ થી જતી ઉતરાયણ

છલકતા એ હાસ્ય ના ફુવારા જાણે કપાયેલ પતંગ સુધી,
કીલકીલીયારી બુમ બરાડા 'વિજુ' એ મારા કાન સુધી,,

#વિજુ__vp
#15jan2k19

Comments

Popular posts from this blog

આંખ સજતી .....મન ધજતી..