Posts

આભાસ છે (ગઝલ)

 (ગાલગાગા3 ગાલગા) બસ  જુગારીયાં  બનીને હારવાનો માસ છે, ક્યાંય પણ જીત્યા નથી હો એટલો વિશ્વાસ છે, હોંશિયારી પણ બહું મારી અમે ભણતી વખત, લાગણીની  એ  પરીક્ષામાં  હજી  નાપાસ  છે,  એમ પણ  ક્યારેક  યાદો ભૂંસવી છે તોય શું ? ભૂલવી  છે તોય એની યાદનો પણ ત્રાસ છે, દર્દ 'ને  આ  આંસુ  કેવા એકબીજાંના સંપમાં, જો મને  લાગ્યાં  કરે  કે  ક્યાંક આવો ભાસ છે,  આ મહામારી ભલે આવી વિચારો કે એ પણ, જિંદગીના એક ભણતરનો જ આવો તાસ છે  કોઈ અધવચ્ચે પછી મૂકી જશે! ડર લાગતો, 'વિજ' ભરોસાને હવે થોડોક તો આભાસ છે! -વિજય પ્રજાપતિ 'વમળ '
Image
#કપાયેલ__પતંગ_ગગન_સૂધી ચગી જ ગયા તા દિલ ના વાયરે છેક ભીતર સુધી, હવે કપાવી ગયા એ બંધન બે દિલ અંતર સુધી, મેઘધનુષ ના રંગો ની જેમ પ્રીત હતી ગગન સુધી, મજબૂરી ના તારે મને કાપી મૂક્યો વાયરા સુધી, ગુંચવાયેલી દોરી જેવી વાતો તારા દિલ ના ધાબા સુધી, તુ ફસાયેલ જાણે પંખીડુ ના જઈ શકે તુ તારા માળા સુધી, અતરંગો ના ઘોંઘાટ મા જાણે કાન એકલા તારા સુધી, ચશ્મા ની કોર માથી બાઝી પડે એવી નજર મારા સુધી, ફરી ફરી 'વિજ' ની પતંગ ચગતી એ ખૂલા આકાશ સુધી, તારા ધાગા ને જોરે આખે આખી હાથ થી જતી ઉતરાયણ છલકતા એ હાસ્ય ના ફુવારા જાણે કપાયેલ પતંગ સુધી, કીલકીલીયારી બુમ બરાડા 'વિજુ' એ મારા કાન સુધી,, #વિજુ__vp #15jan2k19
નૈણ નિર્ણન નથી લેતા આમ અધૂરા,, કેશ ડંફાસ કરે, મારી નજરો ને રોકતા,, કહુ છુ હુ ધારી ધારી જોવુ અણધારી,, મારી આ બેબાકકડી તૃષણી નજર,, સહેજ પલકારોય ન મારતી તૂ પાપી પાપણ,, તારી કી કી ને હૂ અરિસો જાણૂ શુ શુ ,, તારી આંખો ની નજરો મા અંદર હૂ ભાળૂ,, નથી નજર કૈદ તોય હુ તારી નજરો નો સરેંડર,, વિજ આવા જ નૈણચાળા મા હલવાણો,, કાફીલો કેમ અધૂરા જામે ઝૂકેલી નજરે થમી ગયો,,,?? #વિજુ #vp

આ સફર મા....

કઠણ થઈ ગઈ આ વેદના પછી શુ,                  રાહ જોઈ ઘણી સફર મા, આ સાવ સુવાળી થઈ ગઈ સંવેદના પછી, મન ઘરતણુ આંગણુ ને ઝુમતુ નૈણ ફુલકુ, તુ,                   તો ય રાહ જોઈ ઘણી સફર મા.. હોય નીજ સંવેદના આ નીજ કમળ પુષ્પતણી, તોયે આ અસંવેદિત નજરો ઠામવિહોણી,                  રાહ જોઈ ઘણી સફર મા, આ હેમ તણો ચૈત્ર પવનઝુંડ ફુકતો મારગ, થયા તોય ધુળરજોટે એકલતા ધણધણતા,                રાહ જોઈ ઘણી સફર મા, આ કિલકિલાટી વનરાજી ઓની વચ્ચે, શુ પંખી ને ખલી છલ કાચિંડી રંગ બદલતી,                 રાહ જોઈ ઘણી સફર મા,  અદ્દશ્ય થઈ જાય કષ્ટ જો યાદ આવાની તારી, તોયે ભાર કરી જાય આયા પછી દુખ લહેરાઈ જાય,                તોય રાહ જોઈ સફરમા એકલુ, 'વિજ' ઘણુ વિતાવી આમ સફર અમથી, તોયે ન સમાણી બાગ ના ફુલ તણી સુગંધ એકઠી   ...

આંખ સજતી .....મન ધજતી..

Image
હૈ તારી અણીયારી આંખે કેટલાય મન લોભી ગયા... મન મીઠી મટી ગયેલી વાતે મન લોભી ગયુ... રુપાળા રુપાળા ગાલે મન લોભી ગયુ, હૈ તારી મધ મીઠી આંખે વસેલી વાતે,,, મન તારુ મોલે ચડ્યુ, હાલી તુતો સજધજતી વાટે ક્યા તુ હેલે ચડી, ગજગજ તી ફુલે વહીવળી વાતે, મીટ મારી લેવે ચડી, એ તારુ મન ને મોટી મોટી ચાહતે, ઝીણવટ ભરી વાતો મન મારુ હેલે ચડે... કેશે મહી લાલ લલાટે તેજ તારુ લેરે ચડ્યુ, હોઠ તારે મીઠા નશાના એઠા કરમ મોડા પડ્યા                  ________વિજ્જુ_____                 8:00pm ,06, feb 2018
હુ આવુ તારી આંગળી ચીંધ્યે આવુ.... તુ શ્ર્વાસે સમાવે તો હવા થઈ આવુ.... તુ હાસ્ય મા સમાવે તો સ્મિત થઈ આવુ... બાહો ફેલાવે તો મોસમ થઈ આવુ..... ભીંજવે તારી લાગણી ઓ તો મેઘ બની આવુ... પહેરે તુ સાડી તો પાલવ થકી આવુ.. બોલાવે તુ મીઠુ તો સાદ થઈ આવુ... આંખ ઉજાણી કરે કે કાજળ બની આવુ... પજવે તારી યાદો તો સપના સરીખે આવુ... ભાણવે નહી મીઠાસ તો ખારુ મીઠુ બની આવુ.. લાગે છીપ તો ઠંડુ પાણી થઈ આવુ.... થાકી ને બેસી હશુ તો ''વિસામો'' બની આવુ.. ''વિજ'' સંભારે હુ પ્રશ્ર્ન રુપે જવાબ બની આવુ.                             _____વિજ્જુ____