આ સફર મા....


કઠણ થઈ ગઈ આ વેદના પછી શુ,
                 રાહ જોઈ ઘણી સફર મા,

આ સાવ સુવાળી થઈ ગઈ સંવેદના પછી,
મન ઘરતણુ આંગણુ ને ઝુમતુ નૈણ ફુલકુ, તુ,
                  તો ય રાહ જોઈ ઘણી સફર મા..

હોય નીજ સંવેદના આ નીજ કમળ પુષ્પતણી,
તોયે આ અસંવેદિત નજરો ઠામવિહોણી,
                 રાહ જોઈ ઘણી સફર મા,

આ હેમ તણો ચૈત્ર પવનઝુંડ ફુકતો મારગ,
થયા તોય ધુળરજોટે એકલતા ધણધણતા,
               રાહ જોઈ ઘણી સફર મા,

આ કિલકિલાટી વનરાજી ઓની વચ્ચે,
શુ પંખી ને ખલી છલ કાચિંડી રંગ બદલતી,
                રાહ જોઈ ઘણી સફર મા,

 અદ્દશ્ય થઈ જાય કષ્ટ જો યાદ આવાની તારી,
તોયે ભાર કરી જાય આયા પછી દુખ લહેરાઈ જાય,
               તોય રાહ જોઈ સફરમા એકલુ,

'વિજ' ઘણુ વિતાવી આમ સફર અમથી,
તોયે ન સમાણી બાગ ના ફુલ તણી સુગંધ એકઠી
             તોય સુગંધ તુ પણ ફુલ મા એકલી..

Comments

Popular posts from this blog

આંખ સજતી .....મન ધજતી..